હળવદના ખાનગી એકમમાં ત્રણ દિવસ પહેલા કોંગો ફીવરના ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
હતા ત્યારે હળવદમાં બે કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે અને આરોગ્ય તંત્રએ હળવદ દોડી જઈને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરી ૪પ શ્રમિકોને મેડીકલ ચેકઅપ માટે મોરબી ખસેડવામાં આવ્યા છે.
કોંગો ફિવરના શંકાસ્પદ જણાતા કેસમાં સુરેન્દ્રનગર જિલ્લા બાદ મોરબી જિલ્લાના હળવદ – માળિયા હાઈવે પર આવેલા આસ્થા ટેકનોપ્લાસ્ટના સંચાલકો અને આરોગ્ય તંત્રની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને દવાનો છંટકાવ કરી વિવિધ આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરાઈ છે. જેમાં કંપનીમાં કામ કરતા ૬૦ જેટલા શ્રમિકોમાંથી ૪પ શ્રમિકોને મેડીકલ તપાસ માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. ત્યારે મેડીકલ તપાસ કરાવ્યા બાદ કોંગી ફિવરના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ સારવાર આપવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા જાણવા મળ્યું છે. તો સાથે આસ્થા ટેકનોપ્લાસ્ટમાં આજે સવારે શ્રમિકોને પપૈયાનો ઉકાળો આપી રીફર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૧ શ્રમિકોને રાજકોટ મેડીકલ કોલેજ અને ૩ શ્રમિકોને અમદાવાદની વી.એસ. હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોગ્ય તંત્ર હરકતમાં આવી વિવિધ આરોગ્યલક્ષી મેડીકલ તપાસ હાથ ધરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide