વાંકાનેર નજીક બાળકના અપહરણના કેસની તપાસ એલસીબી અને એસઓજીને સોપાઈ

0
125
/
અગાઉ પણ છ વર્ષ પહેલાં પણ આજ જગ્યાએથી અપહૃત બાળકના કૌટુંબિક ભાઈ થતા અન્ય એક બાળકનું પણ અપહરણ થયું હતું

વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ દેવાબાપાની જગ્યાએથી શ્રાવણ માસ અનુસંધાને ભજનના પ્રોગ્રામમાંથી એક પાંચ વર્ષના પ્રિન્સ નામના બાળકનું કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લઈ ગયા હોવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવેલ છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર સીપીઆઇ વી.ડી. બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે.

આ ઉપરાંત અગાઉ 13/3/2013ના રોજ દેવાબાપાની જગ્યામાં સેવા-ચાકરી કરતાં લાલાભાઇ નાકિયાના પુત્ર આશિષ ઉંમર વર્ષ 11નું બીજના ભજન દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરી લઇ ગયાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આ બંને અપહરણ થયેલ બાળકો કૌટુંબિક સગા હોવાનું જાણવા મળેલ છે. આશિષ નામના બાળકના અપહરણ ને આજે છ વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં આજ દિન સુધી આશિષનો કોઈ પત્તો લાગેલ નથી ત્યાં ગઈ કાલે પ્રિન્સ નામના એક બાળકનું અપહરણ થતાં વાંકાનેર પંથકમાં ચર્ચાઓનો મારો ચાલી રહ્યો છે.એક જગ્યા પરથી બે બાળકોના અપહરણ અને આજ દિન સુધી અપહરણકારો પોલીસ પકડથી દૂર કેમ? અપહરણમાં સ્થાનિક બાળકોને કેમ ઉપાડવામાં આવી રહ્યા છે?હાલ તો આ પાંચ વર્ષના બાળકના અપહરણને લઈ મોરબી જિલ્લાના પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના મુજબ સીપીઆઈ વી.ડી. બ્રહ્મભટ્ટ ઉપરાંત એલસીબી પીઆઈ વી.બી. જાડેજા અને એસઓજી પીઆઈ એસ.એન. સાટી ની ટીમ દ્વારા અપહરણની તપાસમાં ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/