બે કલાકથી ભારે ઘમાસાણ ચાલતી હોવાથી અંતે પોલીસને બોલવવી પડી : ગટરના પાણીનો નિકાલ કરવા સ્થાનિકો તંત્ર સમક્ષ બે હાથ જોડીને કરગર્યા
મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં દોઢ ફૂટ ગટરના ગંદા પાણી એક માસથી ભરાયેલા હોવા છતાં નિભર તંત્રએ હદ બહારની બેદરકારી દાખવતા આજે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો અને બે કલાક સુધી ધમાસણ મચાવતા હોવાથી અંતે પોલીસને બોલવવી પડી હતી.જોકે સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખ સમક્ષ ગટરના પાણી સમસ્યામાંથી મુક્તિ આપવા બે હાથ જોડીને કરગર્યા હતા.
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરના પાણી ઉભરાવવની ભયકર સમસ્યા સર્જાય છે.મહેન્દ્રપરા-1 અને 2 સહિતની શેરીઓમાં ભારે ગટરના ગંદા પાણી ભરાયેલા છે શેરીમાં તો ઠોક પણ ઘરમાં પણ ગંદા પાણી ભરાતા લોકીને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે થોડા સમય પહેલા આ વિસ્તારમાં રહેતા પાલિકાના પૂર્વ કર્મચારીનું અવસાન થયા બાદ તેમના ઘર અને શેરીમાં ગંદા પાણી ભરાયેલા હોવાથી અંતિમક્રિયા કરવામાં ભારે મુશ્કેલી પડી હતી.જીકે આ બાબતે પોતાની પોલ છતી થઈ જતા પાલિકા તંત્ર તે વખતે દોડયું હતું
પણ યોગ્ય કામગીરી ન થતા મહેન્દ્રપરામાં ગટરના ગંદા પાણી ભરાવવની સમસ્યા ઠેરની ઠેર જ રહી હતું.તંત્રના પાપે ગટરના ગંદા પાણીથી નર્કથી બદતર યાતના ભોગવતા સ્થાનિક લોકોની આજે ધીરજ ખૂટી ગઈ હતી અને સ્થાનિક લોકોનું ટોળું પાલિકા કચેરીએ આજે દોડી ગયું હતું. જોકે પ્રમુખ હાજર ન હોય સ્થાનિક લોકોએ ભારે તડાફડી બોલાવી હતી બાદમાં પાલિકા પ્રમુખ હાજર થતા સ્થાનિક લોકોએ બે હાથ જોડીને તેમના વિસ્તારની ગટરની સમસ્યામાંથી મુક્તિ અપવવાની વિનવણી કરી હતી જોકે આ સમસ્યાનું તાકીદે નિરાકરણની માંગ સાથે સ્થાનિકો બે કલાક સુધી હલ્લાબોલ કરતા અંતે પોલીસને દરમિયાનગિરી કરવી પડી હતી.બાદમાં સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને લેખિતમાં આવેદન આપીને તેમના વિસ્તારની ગટરની ત્રાસદાયક પીડામાંથી મુક્તિ અપવવા નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide