વાંકાનેર : અપહૃત બાળકની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી

0
116
/

જે જગ્યાએથી અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે કુવામાંથી લાશ મળી : ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા અપરણ કરાયેલા પાંચ વર્ષના માસુમ બાળકની આજે આ જગ્યાની પાછળના કુવામાંથી દોરડું અને પાઇપ સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનાને પગલે ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર બાઉન્ડરી નજીક આવેલ મહંત દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા એક પાંચ વર્ષના માસુમ બાળક પ્રિન્સનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવ બાદ વાંકાનેર તાલુકા પોલીસ તથા એલસીબી અને એસઓજીએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. પણ અપહરણ કરાયેલા બાળકની કોઈ કડી મળી ન હતી. દવધુમાં જણવા મળતી વિગતો મુજબ આ બાળકની લાશમાં દોરડું બાંધેલું હતું અને તેના પાછળના ભાગે પાઇપ બાંધેલો હતો.જેથી કોઈએ બાળકની હત્યા કરીને તેની લાશને આ રીતે બાંધીને કૂવામાં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકાઓ ઉઠી છે. હાલ પોલીસે ફોરેન્સિક પીએમ બાદ આ બનાવનું સાચું કારણ જાણવા મળશે એમ કહ્યું હતું. જોકે અપહરણ કરાયેલા બાળકની લાશ મળી આવતા ઘેરું રહસ્ય સર્જાયું છે. હાલ પોલીસે હતભાગી બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/