ચંદયાન-૨નો લાઈવ ડેમો મોડલ દ્વારા દર્શવતા બાળકો ભારે રોમાંચિત થયા : રોબોટિક ફૂટબોલ ગેમનો બાળકોએ ભરપૂર આનંદ માણ્યો
ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામા આજે ટેકનોસ્ટાર કં. દ્વારા રોબોટિક્સ ટેકનોલોજી અને ચંદ્રયાન 2 ના લોન્ચિંગ અંગેની માહિતી આપવા માં આવી હતી. તેમજ રોબોટિક ફૂટબોલ ગેમ બાળકોને રમાડવામાં આવી હતી આ રમતોનો બાળકોએ ભરપૂર આનંદ માણ્યો હતો.
દાદુ ફાઉન્ડેશન સંચાલિત ટેક્નોસ્ટાર આઇડિયા ટુ ઈનોવેશન અંતર્ગત ટંકારા તાલુકાના સજ્જ્નપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ટેકનોલોજીને જાણે તેના માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નિઃશુલ્ક યોજાયો હતો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આધુનિક ટેક્નોલોજીથી માહિતગાર થાય તે માટે સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ચંદ્રયાન-૨ ના લાઇવ ડેમો મોડલ દ્વારા વિધાર્થીઓને ચંદ્રયાન-૨ વિશે સંપુર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા.તેની સાથે રોબોટિક્સ લાઇવ ગેમિંગ ઇવેન્ટ જેવી કે રોબો ફુટબોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમા વિધાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .
અત્રે ઉલેખનીય છે કે, ટેક્નોસ્ટાર આઇડિયા ટુ ઈનોવેશન આવનારી ટેક્નોલોજીને ધ્યાનમાં રાખી અને ડીજીટલયુગની જનરેશન માટે બાળકોમાં રહેલી આવડતોને બહાર લાવવા અને બાળક પોતાની રીતે વિચારી શકે તે હેતુથી ટેક્નોસ્ટાર સરકારી શાળાઓમાં ફ્રી વર્કશોપનું અવારનવાર આયોજન કરે છે આ તકે શાળાના પ્રિન્સીપાલ અલ્પેશભાઈ પુજારા સહીત તમામ શિક્ષકો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માહિતી તેમજ માર્ગદર્શન આપવા બદલ દાદુ ફાઉન્ડેશનનો પ્રિન્સિપાલ પુજારા સાહેબે આભાર વ્યકત કર્યો હતો.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide