હળવદના માર્કેટીંગ યાર્ડમાં 2 ટકા ટી.ડી.એસના કપાતના વિરોધમાં આજથી હડતાલ

0
57
/
/
/

મોરબીનું માર્કેટીંગ યાર્ડ કાલે ખુલ્લું રહેશે

હળવદ : હળવદના માર્કેટીંગ યાર્ડમાં આજથી હડતાલ પાડવાનું માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા એલાન આપવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા નવા લાગુ કરાયેલા નાણાકીય કાયદા મુજબ બેન્કમાંથી 1 કરોડથી વધુ રકમ ઉપાડ પર 2 ટકા ટીડીએસ કપાત કરાતી હોવાથી આ કાયદાના વિરોધમાં હડતાલ પાડવાનો નિર્ણય લેવાયો છે જોકે મોરબીનું માર્કેટીંગ યાર્ડ કાલે ખુલ્લું રહેશે તેવું જાણવા મળ્યું છે.

સરકાર દ્વારા 1લી સપ્ટેબરથી નવા નાણાકીય કાયદા લાગુ કરવામાં આવ્યા છે જેમાં બેંકોમાંથી રૂ.1 કરોડથી વધુ રકમના ઉપાડ પર 2 ટકા ટીડીએસ કપાતની જોગવાઈ કરવામાં આવી છે.જેનાથી નાણાકીય લેવડ દેવડ કરતા વેપારીઓને ભારે મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે આથી ઠેરઠેર માર્કેટીંગ યાર્ડમાં આ નવા નાણાકીય કાયદાનો વિરોધ ઉઠ્યો છે.ત્યારે હળવદ માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ પણ સરકારના આ નવા કાયદાનો વિરોધ કર્યો છે અને હળવદ માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલે સોમવારથી વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આથી કાલથી હળવદ માર્કેટીંગ યાર્ડમાં હડતાલ રહેશે.જોકે મોરબીનું માર્કેટીંગ યાર્ડ કાલે ખુલ્લું રહેશે અને હડતાલ અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner