( ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી : અતુલ જોશી ) મોરબીમાં તહેવારના લોકો ઠેર ઠેર જગ્યાએ અનોખા આયોજનો કરતાં હોય છે જેમાં તાજેતરમાં નવરાત્રીના આયોજન મોરબીમાં ભવ્ય કરવામાં આવ્યા હતા અને માતાજીની આરાધના કરવામાં આવી હતી ત્યારે અબોલ પશુઓની સેવા કરવાની લોકો સાચી સેવા ભૂલી જાય છે જુના જમાંનામાં લોકો તહેવારના દિવસોમા ગરીબોને અનાજ,કપડાંનું દાન અને અબોલ પશુઓને ચારો નાખી પોતાના તહેવારને ઉજવતા હતા અને આ તહેવારનો મુખ્ય ભાગ આપણી પરંપરા માં રહ્યો છે જેથી કોઈ પણ ગરીબ કે જીવ તહેવારના દિવસે ભૂખ્યા ન રહે પંરતુ ધીમે ધીમેં આ પરંપરા લુપ્ત થતી જતી રહી છે
જેમાં મોરબી તાલુકા પોલીસમાંથી તાજેતરમાં જ નિવૃત થયેલા એ એસ આઈ મુકુંદરાય પ્રેમશંકર જોશીએ દશેરાનો તહેવાર અનોખી રીતે જ ઉજવ્યો હતો જેમાં દશેરા ના પવિત્ર દિવસે ગરીબોના પરિવારને મીઠાઈ,કપડાં અને ગજરાજને ભોજન કરાવી મહાવતને સાલ ઓઢાડી કપડાં નું દાન કર્યું હતું
નિવૃત એ એસ આઈ મુકુંદરાય જોશી દ્વારા ગજરાજને પોતાના ઘરે આમંત્રિત કરી અને તેની વિધિવત પૂજા અર્ચના કરી આરતી ઉતારી અને ચોખા ઘીના લાડુનું ભોજન કરાવ્યું હતું જેમાં મોરબીમાં “ગજ ભોજન” નો આ પ્રથમ પ્રસંગ હશે તેવું કહેતા નકારી શકાય નહીં
આ બાબતે નિવૃત એ એસ આઈ મુકુંદરાય જોશીએ જણાવ્યું હતું કે લોકો પોતાના તહેવારોને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ રાખે એ જરૂરી છે કેમ કે અબોલ પશુઓ પણ આપણા જીવન નોંભાગ છે સાથે જ કોઈ ગજ ભોજન એ સૌથી ઉત્તમ ભોજન હોય અને કોઈ પણ જગ્યાએ જીત મેળવવા રાજાઓ એક દિવસનો ઉપવાસ કરી પોતાના ગજરાજની આરતી ઉતારી અને તેને જમણવાર કરી યુદ્ધ કે અન્ય કોઈ નો પ્રારંભ કરતા હતા અને તેમાં તેઓની જીત નિશ્ચિત થતી હતી તેવું પુરાણો માં દર્શાવવામાં આવ્યું છે જે તમને સુખી અને શાંતિમય જીવન અર્પે છે ગજરાજ ને મુકુંદરાય જોશી દ્વારા 50 કિલો ચોખા ઘીના લાડુ જમાડી પોતે પણ એક દિવસનો ઉપવાસ કરી અને દશેરાના તહેવાર ઉજવ્યો હતો સાથે જ અન્ય લોકો દ્વારા પણ આજ રીતે તહેવારની ઉજવણી કરી આપણી સંસ્કૃતિ ને જીવત રાખે તેવો સંદેશ આપ્યો છે.
મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide