મોરબીમાં ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગના પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ

42
246
/

પોલીસ દ્વારા ફરિયાદી અને શકમંદોની પૂછપરછ

 

મોરબી : મહેન્દ્રનગર નજીક ગૌશાળા પાસે કારમાં બેઠેલા ગૌરક્ષક પર ફાયરીગ થયાના બનાવમાં ગૌરક્ષકની ફરિયાદના આધારે આજાણ્યા બે શખસો સામે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે આ બનાવની કડીયો જોડવા ફરિયાદી અને શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પોતાની નિરાધાર ગૌશાળા નજીક ગઈકાલે ગૌરક્ષક દિનેશભાઇ રામજીભાઈ લોરીયા ઉ.વ.50 તેમની સ્કોર્પિયો કારમાં બેઠા હતા.તે સમયે એક બાઇકમાં બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને બાઇકમાં પાછળ બેઠેલા શખ્સે પોતાની પાસે રહેલા તમંચા જેવા હથિયારથી ગૌરક્ષકની કાર ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કર્યા હતા. સદનસીબે આ ફાયરીગની ઘટનામાં દિનેશભાઇ લોરીયાનો આબાદ બચાવ થયો હતો અને ચારે ગોળી કારના કાચમાં અને બારણામાં વાગી હતી.ત્યારબાદ બને હુમલાખોર બાઈકમાજ નાસી છૂટ્યા હતા.આ બનાવ બાદ દિનેશભાઇ લોરીયાએ બે અજાણ્યા શખ્સો સામે જાનલેવા હુમલો કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ ફાયરીગનો બનાવ અંગત અદાવતમાં બન્યો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તેવા સવાલના જવાબમાં બી ડિવિઝન પીઆઇ કોઢિયાએ જણાવ્યું હતું કે હજુ સુધુ આ બનાવની કોઈ નક્કર કડીઓ મળી નથી.તેથી હાલના તબબકે આ અંગે કઈ કહી શકાય એમ નથી.હાલ આ બનાવની કડીઓ જોડવા ફરિયાદી અને કેટલાક શકમંદોને રાઉન્ડઅપ કરી સઘન પૂછપરછ ચાલી રહી છે.તેમ તેમણે જણાવ્યું હતું.

આવા વધુ સમાચારો  માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો …

https://www.facebook.com/thepressofindia/

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.