સોશ્યલ મીડિયાની કમાલ : ગુમ થયેલા બાળકનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન

0
142
/

લાલપરમા વાલી સાથે ખરીદી કરવા આવેલો બાળક વિખૂટો પડ્યો, સોશ્યલ મીડિયામાં ગુમ થયાનો મેસેજ વાયરલ થતા પરિવાર સાથે મિલન થઈ ગયુ

મોરબી : મોરબીના લાલપરમાં આજે સોશ્યલ મીડિયાના કારણે ગુમ થયેલા બાળકનું ગણતરીની કલાકોમાં જ પરિવાર સાથે મિલન થઈ ગયું હતું. પોલીસે આ બાળક ગુમ થયો હોવાનો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરતા વાલી સુધી આ વાત પહોંચી હતી. જેથી તેઓ તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યા હતા.

સિક્કાની જેમ બે બાજુ હોય છે. તેમ સોશ્યલ મીડિયાથી નુકશાન સાથે અનેક ફાયદાઓ પણ છે. મોરબીમા આજે બનેલા એક બનાવે સાબિત કરી આપ્યું છે કે સોશ્યલ મીડિયાનો સાચો ઉપયોગ ઘણી વખત અદ્વિતિય પરિણામ લાવી શકે છે. મોરબીના લાલપર ગામે વાલી સાથે ખરીદી કરવા આવેલો એક બાળક વિખૂટો પડી ગયો હતો. ત્યારે બસ સ્ટેન્ડ પાસે આ બાળક રડતો હતો. તે વેળાએ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ બાળકને તાલુકા પોલીસ મથકે લઈ ગયા હતા.

પ્રાથમિક પૂછપરછમાં આ બાળકનું નામ અનિલ કુરસિંગ સિંગાડા રહે.જાબુંઆ (મધ્યપ્રદેશ) હોવાનું માલુમ પડ્યુ હતું. હકીકતમાં બાળક લાલપર નજીક આવેલા એક સીરામીક ફેકટરીમાં તેના માતા પિતા સાથે રહેતો હતો. પરંતુ હાલનુ સરનામું તેને યાદ ન હોવાથી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આર.ગઢવી તેમજ સ્ટાફે શોધખોળ ચલાવી હતી. આ બાળક મળ્યો હોવાનો મેસજ તેના ફોટા સાથે વોટ્સએપમાં વાયરલ કરવામાં આવ્યો હતો

આ મેસેજ બાળકના વાલીના પરિચિયમા રહેલા એક વ્યક્તિને મળ્યો હતો. જેને બાળકના વાલીને મેસેજ અંગે જણાવ્યું હતું. જેથી તેઓ તાત્કાલિક તાલુકા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પોતાના બાળકને જોઈને તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ સોશ્યલ મીડિયાના કારણે શ્રમિક દંપતિને વિખૂટુ પડેલું સંતાન ગણતરીના કલાકોમાં જ મળી ગયુ

આવા વધુ સમાચારો  માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો …

https://www.facebook.com/thepressofindia/

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/