રાજકોટ: RTOની અમુક સેવાઓ માટે કચેરીએ નહીં જવું પડે, લાઇસન્સ- RC બુક ઘેરબેઠાં જ મળી જશે

0
36
/

રાજકોટ: લોકડાઉન ખુલી ગયું છે એટલે RTO વાળા એ પણ ઓન લાઈન માહિતી આપવાની થતા અમુક પ્રોસેસ ઘરે થી જ કચેરીએ ગયા વિના કરવાની સગવળ ઉભી કરો છે જેનો લાભ બધા લઇ શકે છે. ડ્રાઈવિંગ લાઇસન્સ અને વાહનની આરસી બુક સહિતની મોટાભાગની સેવાઓ હવે ઓનલાઈન કરી દેવાતા અરજદારે એજન્ટ કે એપોઇન્ટમેન્ટ લેવાની પણ જરૂર નહીં પડે.

આ સેવાઓનો લાભ https://parivahan.gov.in પર લઈ શકાશે.
ડ્રાઈવિંગ લાઇસન્સનું રિન્યુઅલઃ આ સેવામાં અરજદાર પોતાનું ડ્રાઈવિંગ લાઇસન્સની અવધિ પૂરી થયાના એક વર્ષ પહેલા અને એક વર્ષ પછી રિન્યૂ કરી શકશે. મર્યાદા પૂરી થયાના એક વર્ષ વીતી ગયા પછી રિન્યૂ નહીં કરી શકે.
ડ્રાઈવિંગ લાઇસન્સની માહિતીઃ ડ્રાઈવિંગ લાઇસન્સની હિસ્ટરી મળશે. આ સેવાનો ઉપયોગ સામાન્ય રીતે જ્યારે કોઈ વીમા

સંબંધિત કામગીરી કરવાની થાય ત્યારે જરૂર પડતી હોય છે.
ડ્રાઈવિંગ લાઇસન્સનું રિપ્લેસમેન્ટઃ ડ્રાઈવિંગ લાઇસન્સ ઘસાય ગયું હોય, જર્જરિત થયું હોય, ફોટો બદલવાનો હોય કે સિગ્નેચર બદલવાની હોય ત્યારે ડ્રાઈવિંગ લાઇસન્સ રિપ્લેસમેન્ટ ઓપ્શનમાં ઓનલાઈન કરી શકાય છે.
ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાઇસન્સઃ આ ઓપ્શનમાં જ્યારે અરજદારનું ડ્રાઈવિંગ લાઇસન્સ ખોવાય ગયું હોય તો આ સેવાનો ઓનલાઈન લાભ લઈને ડુપ્લિકેટ લાઇસન્સ ઘેરબેઠાં જ મેળવી શકે છે.
વાહનની ડુપ્લિકેટ આરસી મેળવવીઃ આ ઓપ્શન જ્યારે વાહનની ઓરિજિનલ આરસી ખોવાય ગઈ હોય ત્યારે ડુપ્લિકેટ વાહન રજિસ્ટ્રેશન કાર્ડ અરજદાર ઓનલાઈન પ્રક્રિયા કરી ઘેરબેઠાં મેળવી શકે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/