મોરબીમાં કાર રિવર્સમાં લેતા પતિએ હડફેટે લેતા પત્નીનું મોત

0
1269
/
/
/

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર ૧૭ માં રહેતા સચીનભાઈ મગનભાઈ રાવલ (ઉંમર ૪૧) નામનો બ્રાહ્મણ યુવક તેની અર્ટીકા કાર રીવર્સમાં લઇ રહ્યો હતો ત્યારેે આગળ પાછળનું ધ્યાન રાખ્યા વગર બેદરકારીથી કાર રીવર્સમાં લેતા તેમની પત્ની હિરલબેન સચીનભાઈ રાવલ (૩૮) હડફેટે ચડી ગયા હતા અને કાર સાથે અથડાતા ઘટનાસ્થળે હીરલબેન રાવલનું મોત નીપજયું હતું. બનાવને પગલે તેમના મૃતદેહને સીવીલે ખસેડાયો હતો જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી બાદમાં મૃતક હિરલબેનના ભાઈ દિવ્યેશ દિનકર જોષી બ્રાહ્મણ (૩૨) રહે.ખાખરેચી તા.માળીયા મીંયાણાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે તેમના જ બનેવી સચિન મગનભાઈ રાવલ વિરુદ્ધ બેદરકારીપૂર્વક કાર રીવર્સમાં લઈને તેમની બેન હિરલબેનને હડફેટે લઈ મેાત નિપજાવવા સબબ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.આર.શુકલએ તપાસ શરૂ કરી છે

પ્રતિકાત્મક  તસ્વીર 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner