વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે
વાંકાનેરની અરુણોદય સોસાયટીના જીતુભા ઝાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે તેના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કર્યો હતો અને આ વિસ્તારના રહીશોને ગત તા. ૧૦ થી હોમ કોરોનટાઈન કરાયા હતા અને નિયમ મુજબ ૨૮ દિવસ કોરોનટાઈન પીરીયડ પૂર્ણ કરવાનો હોય છે જોકે હાલ મોરબી જીલ્લામાં વેપાર માટે છૂટ આપી હોય અને વિસ્તારના કેટલાક રહીશો આર્થિક રીતે નબળા હોય જે રોજગાર માટે જઈ સકતા ના હોય અને રહીશોએ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને મુક્તિ માટેની માંગ કરી હતી જે અંગે મોહનભાઈ કુંડારિયાએ તંત્રને રજૂઆત કરી હતી
અને સાંસદની રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેરની અરુણોદય સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હોય જેથી તંત્રએ લગાવેલા પતરાની આડશ દુર કરી દેવામાં આવી હતી અને રહીશોને ૨૮ દિવસને બદલે ૧૮ દિવસે જ મુક્તિ મળતા હાશકારો અનુભવ્યો હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide