કોરોનાની મહામારી વચ્ચે વાંકાનેરના શિક્ષક વિદ્યાર્થીઓને કરાવે છે ઓનલાઈન અભ્યાસ

0
50
/

હાલ કોરોના મહામારીને પગલે બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી રહી છે જેને ધ્યાને લઈને વાંકાનેરના વતની શિક્ષક ઓનલાઈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે

વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામના વતની અને શ્રી સી. ડી. કપાસી હાઇસ્કૂલ  ચુડામાં અભ્યાસ કરાવતા સુરેશભાઈ બી. ધોરિયા નામના શિક્ષક સામાજિક વિજ્ઞાન વિષયનું બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે શાળાના વાલીઓના મોબાઈલ નંબરનું વોટ્સઅપ ગ્રુપ બનાવી પાઠ્યપુસ્તક આધારિત વિડિયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન શિક્ષણ દ્વારા ઘેર બેઠા સારી રીતે  આ અભ્યાસ કરી રહ્યા છે.

ઓનલાઇન શિક્ષણમાં વાલીઓનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે અને બાળકો પણ નિયમિત આ વિડીયો દ્વારા વિષયનું યોગ્ય શિક્ષણ મેળવી રહ્યા છે. લોકડાઉન અને વેકેશનના સમયનો વિદ્યાર્થીઓ સદુપયોગ કરી ધોરણ ૧૦ માં બોર્ડની આવતી પરીક્ષામાં સારા ગુણ સાથે સારો દેખાવ કરી શકે તે માટે શિક્ષક દ્વારા મહેનત કરી આજે સુંદર કામગીરી કરવામાં આવી રહેલ છે. તેમજ કોરોના વાઈરસથી બચવા સલામતી માટેના સૂત્રો પણ આપવામાં આવી રહ્યા છે.

જેમાં વિવિધ જુદી જુદી શાળાઓના અનેક વિદ્યાર્થીઓ આ રીતે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના કોઈપણ વિદ્યાર્થીઓ આ મોબાઈલ નંબર 9265604376 દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે. આ ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ માત્ર આ નંબર પર પોતાનો મોબાઈલ નં. મોકલવાનો રહેશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/