મોરબી : કોરોના વાયરસ સંદર્ભે લાગુ કરાયેલા લોકડાઉનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મંજુરી વગર આવવાની છૂટ ન હોવા છતાં અમુક શખ્સો મંજુરી વગર બીજા રાજ્યમાં ઘુસી રહ્યા છે. જેમાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી મંજૂરી વગર મોરબીમાં આવ્યો હતો. આ બાબત ધ્યાને આવતા પોલીસે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હરિયાણામાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા દિપકભાઇ હરિઓમ (ઉ.વ.૨૬) નામનો યુવાન લુહાની, લોહરૂરોડ, તા.જી.ભીવાની, હરીયાણાથી મંજૂરી વગર મોરબી-૨, આશા પાર્ક, સર્કિટ હાઉસ પાસે આવેલ ગોવુભા સામંતસિંહ વાધેલાના મકાનમા રહેવા આવી ગયો છે. આ બાબત ધ્યાને આવતા બી ડિવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. જેમાં કોરોના વાયરસ અંગે લોકડાઉનનું જાહેરનામું હોવા છતાં હરિયાણાથી ગેરકાયદે મોરબી આવીને અહીં કોરોના સંક્રમિત થાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરીયાદ નોંધીને વધુ તપાસ આગળ ચલાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide