મોરબીમાં જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી

0
41
/
જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું

મોરબી : આગામી વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં કુદરતી આપત્તી જેવી કે ભારે વરસાદ, વાવાઝોડુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી પ્રિ-મોન્સુન કામગીરી અંગે પોતાના વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે માહિતી આપી હતી.

ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા આગામી વર્ષાઋતુની સિઝનમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા વિચારણા હાથ ધરીને વિવિધ સુચનો કર્યા હતા.

આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા, બ્લડ ડોનરનું લીસ્ટ તૈયાર રાખવા, રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા, રોડ પરના સાઇન બોર્ડ ચેક કરવા, કાચા મકાનોનું સર્વે કરવા, તરવૈયાઓની યાદી કરવી, રેસ્ક્યુ ટીમની તૈયારી રાખવી, રેસ્ક્યુના સાધનો ચેક કરી લેવા, આશ્રય સ્થાનોની મુલાકાત લેવા જેવા સુચનો કરીને કામગીરીને એક અઠવાડીયામાં પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી

હાલમાં કોરોના વચ્ચે રાહત બચાવની કામગીરી કરવામાં પણ માસ્ક, સેનેટાઇઝીંગ અને સોશ્યિલ ડિસ્ટન્સની કાળજી લેવા પણ તમામ અધિકારીઓને સુચના અપાઇ હતી. આ બેઠકનું સંચાલન અધિક કલેક્ટર કેતન પી. જોશીએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. વસૈયા, હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંહ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, વાકાંનેર પ્રાંત અધિકારી એમ.એફ.વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા, તથા તમામ સંબંધિત મામલતદારો, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/