પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી : લોંખડની ગ્રીલ ઉપર મજબૂતાઈથી લગાવેલા હોર્ડિંગ્સને પણ કટ્ટરથી હટાવાયા
મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન મોડી સાંજથી રાત્રી દરમિયાન પાલિકા અને પોલીસની ટીમો દ્વારા છેલ્લા 20 દિવસથી શહેરમાં મુખ્યમાર્ગો પર ગેરકાયદે રહેલા લારી-ગલ્લા અને હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે છેલ્લા બે દિવસ દરમિયાન દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે રહેલા વધુ 30 જેટલા નાના મોટા હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા છે.
મોરબીમાં સામાકાંઠેથી છેલ્લા બે દિવસથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે.જેમાં ખાસ કરીને ગેરકાયદે ખડકાયેલા નાના મોટા હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ સાકરીયા સહિતની પોલીસની ટીમ અને પાલિકા પ્રમુખ કેતન વિલપરાની આગેવાનીમાં પાલિકા ટીમ દ્વારા સામાકાંઠે પુલના છેડેથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીમાં નાના મોટા હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે.બે દિવસ દરમિયાન લોંખડની ગ્રીલ ઉપર મજબૂતાઈથી લગાવેલા 15 જેટલા મોટા હોર્ડિંગ્સને કટ્ટરથી કાપી અને વિજપોલ સાથેના 15 જેટલા નાના હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હતા.છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ સતત વેગવંતી બની રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide