મોરબી જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથીયારબંધી જાહેરનામુ બહાર પડાયું

0
54
/

ચાલુ માસમાં મોરબી જિલ્લાની હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતીમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન.પી. જોષી દ્વારા જાહેરનામુ બહાર પડાયું છે.

જાહેરનામા અનુસાર હથિયાર,  તલવાર,  ભાલા,  બંદુક,  છરી,  લાકડી કે લાઠી,  શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવેલ છે. આ જાહેરનામાંનો કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લધન કરનારને સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ તા. ૦૧-૦૬-૨૦૨૦ થી તા.૩૦-૦૬-૨૦૨૦ સુધી રહેશે.

આ જાહેરનામાનો સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના અધિકારીએ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃધ્ધો તથા અશક્તો કે જેઓને લાકડીનો ટેકે ચાલવાનું હોય, સક્ષમ સતાધિકારી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ લાગુ પડશે નહિ.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/