મોરબીના ઉદ્યોગપતિની રાજ્યના સીએમ, ડે.સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ

0
134
/

કોરોના મહામારીને પગલે ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી હોય જેથી આજે મોરબી કલેકટર કચેરી ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ઉદ્યોગને રાહત આપવાની માંગ કરી હતી

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ઉદ્યોગ કમિશ્નર એમ કે દાસ અને રાહુલ ગુપ્તા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમા મોરબી કલેકટર કચેરી ખાતેથી જીલ્લા કલેકટર જે બી પટેલ, અધિક કલેકટર કેતન જોષી, ઉદ્યોગ અધિકારી તેમજ મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, કિરીટભાઈ પટેલ, પેપરમિલ એસો પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયા, મીઠા ઉદ્યોગ અગ્રણી દીલુભા જાડેજા, બેંક અધિકારીઓ જોડાયા હતા

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ ઇલેક્ટ્રિક ડ્યુટી અને ડીમાંડ ચાર્જમાં રાહતની માંગ કરી હતી એપ્રિલ માસમાં ઇલેક્ટ્રિક ડ્યુટી અને ડીમાંડ ચાર્જ વસુલાયા ના હતા તે જ રીતે મેં અને જુન માસમાં પણ રાહતની માંગ કરી હતી તે ઉપરાંત ગેસના ભાવમાં રાહત મળે, MSME માં બેંક લોનના વ્યાજ દરોમાં તફાવત હોય જેથી સમાન અને ઓછા વ્યાજની લોન મળે તેવી માંગ કરી હતી જયારે સિરામિક એસો પ્રમુખ કિરીટભાઈ પટેલે ૮૦ થી ૯૦ કરોડ રૂપિયાની MSME ની સબસીડી બાકી હોય જે રીલીઝ કરાય જેથી ઉદ્યોગને રાહત મળે તેવી માંગણી કરી હતી

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/