મોરબી: પીપળી અને ઘુટુ ગામના લોકોને પીવાના પાણીની સુવિધા માટે પુરવઠા વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી

0
182
/

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: જેતપરરોડ પર આવેલું પીપળીનું ગજાનંદપાર્ક કે જ્યાં ગજાનંદપાર્ક ના રહીશો દ્વારા અવારનવાર જનજાગૃતિ ના વિવિધ કાર્યો કરવામાં આવતા હોઈ છે. હાલમાં ઉનાળુ સત્ર ચાલુ હોઈ જેથી કરીને પીપળી તથા આજુબાજુના ગામોમાં પીવાના પાણીની ખુબજ પ્રમાણમાં અછત ઉભી થયેલી હતી. જેના ભાગ રૂપે ગજાનંદપાર્ક એસોસીએશન દ્વારા પાણી પુરવઠા ના અધિકારી શ્રીઓ ને મૌખિત તથા લેખિત જાણ કરવામાં આવીહતી ગજાનંદપાર્ક ના પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા દ્વારા પાણીચોરી નો પર્દાફાશ પણ કરવામાં આવ્યો હતો જેથી કરીને પાણી પુરવઠા તંત્ર પણ તાત્કાલિક રીતે હરકતમાં આવીગયું હતું હાલમાં નર્મદાની લાઈનમાંથી પાણી ચોરી કરનારા તત્વો માં ફફડાટ મચી જવા પામ્યો છે મોરબી પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ તથા જયદેવસિંહ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને નર્મદા લાઈન ના વધારાના ગેર કાયદેસર રીતના બધા પાણી ના કનેકશનઓ પકડીપાડી ને રદ કરવામાં આવ્યા હતા જેથી કરીને પીપળી ઘુંટુ ના બધા ગામડાઓ માં પૂરતા પ્રમાણ માં શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જાહેમત ઉઠાવનાર પૂૂરવઠા વિભાગના કાર્યપાલક શ્રી પરસોત્તમભાઈ સોલંકી તથા તેમની ટિમનો ગજાનન પાર્કના પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા પણ ખૂબ આભાર વ્યક્ત કરે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/