મોરબી જિલ્લામાં દુકાનો સવારે 8થી સાંજે 7 સુધી ખુલ્લી રાખવાની મંજૂરી : કલેકટરનું જાહેરનામું

0
92
/
/
/
  • નગરપાલિકા વિસ્તારની બહાર દુકાનો, ઉદ્યોગો અને સંસ્થાઓને સવારે 8થી રાત્રે 8 સુધી ખુલવાની છૂટ


  • લોક ઈનની સુવિધા ઉપલબ્ધ હોય તેવા સતત ચાલતી પ્રક્રિયામાં સમાવેશ થતા હોય તેવા ઔદ્યોગિક એકમો સતત ચાલુ રાખી શકાશે


  • ખાનગી બસ અને સિટી બસ સેવા શરૂ : સ્પોર્ટ્સ કોમ્પલેકસિસ અને રમતગમતના મેદાનો ખુલ્લા રાખી શકાશે : અનલોક-1ને લઈને જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું


મોરબી : અનલોક-1ને લઈને મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં દુકાનો અને ઉદ્યોગોને પાલિકા વિસ્તારમાં સવારે 8 થી સાંજે 7 તથા સમગ્ર જિલ્લામાં પાલિકા વિસ્તારની બહાર સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલવાની છૂટ આપવામાં આવી છે. ખાનગી બસ અને સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે. સાથે સ્પોર્ટ્સ કોમ્પલેકસિસ અને રમતગમતના મેદાનોને ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે.

વધુમાં જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે રેવા પાર્ક શેરી નંબર-1 તથા આકાશ દર્શન એપાર્ટમેન્ટ વિંગ-A તથા વિંગ-B, આકાશ દર્શન એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ રૂમ-1 તેમજ ટંકારા તાલુકાના જયનગર ગામની શેરી નંબર 2 અને 3ને જાહેર કરવામાં આવ્યા છે. આ કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારના 7થી સાંજના 7 સુધી માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં કામદારો, કર્મચારીઓ કે દુકાનદારો વગેરે ઝોનની બહાર જઈ શકશે નહીં. તેમજ અન્ય વ્યક્તિઓ આ ઝોનમાં પ્રવેશ કરી શકશે નહીં.

છૂટછાટ નોન કન્ટેઇનમેન્ટ ઝોનને જ મળશે. જેમાં મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલ દુકાનો, સંસ્થાઓ અને ઔદ્યોગિક પ્રવૃતિઓ સવારના 8થી સાંજના 7 કલાક સુધી ચાલુ રાખી શકાશે. મ્યુનિસિપલ વિસ્તારની બહાર દુકાનો, સંસ્થાઓ અને ઔદ્યોગિક પ્રવૃતિઓ સવારના 8થી રાત્રે 8 સુધી ખુલ્લી રાખી શકાશે. જે ઉદ્યોગોમાં લોક ઈનની સુવિધા ઉપલબ્ધ છે. તે એકમો તથા સતત ચાલતી પ્રક્રિયામાં સમાવેશ થતા એકમો સતત ચાલુ રાખી શકાશે. પરંતુ કામદારોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે.

આવશ્યક સેવાઓ( મેડિકલ, દુધ વગેરે) સાથે સંકળાયેલ પ્રવૃતિઓ સિવાયની બિન આવશ્યક પ્રવૃતિઓ માટે રાત્રીના 9 કલાકથી બીજા દિવસના સવારના 5 કલાક સુધી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત અવર જવર ઉપર કરફ્યુ રહેશે. એસટી બસ અને સિટી બસનું પરિવહન ચાલુ રાખી શકાશે. ખાનગી બસો પણ ચાલુ કરી શકાશે. સ્પોર્ટ કોમ્પ્લેકસીસ અને રમત ગમતના મેદાનો ખુલ્લા રાખી શકાશે. જો કે દર્શકો માટે પ્રતિબંધ રહેશે. પ્રસારણ માટે કોઈ બાધ રહેશે નહિ. નગર પાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલ ફેરિયાઓ નગરપાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર મુજબ તા.8 જૂનથી વેપાર કરી શકશે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner