હળવદ: તીડના આક્રમણથી બચવા મયુરનગરમા દવાનો છંટકાવ

    0
    22
    /

    Mehul Bharwad હળવદ : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા, ચાડધ્રા, જુના ઘાટીલા સહિતના ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું હતું. ગઈકાલે મોડી સાંજે તીડ ફરી દેખાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. હાલમાં તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે મયુરનગરમા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે

    હળવદ પંથકમાં થોડા સમય અગાઉ પણ તીડનું આક્રમણ થયું હતું અને ખેડૂતોના ઉભા પાકમાં તીડ ફરી વળ્યાં હતા. ત્યારે ફરી આ તીડે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખી છે. આ તીડથી ઉભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેથી, ખેડૂતો આ તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે તિડના આક્રમણને લઇ તંત્ર પણ સાબદુ બની ગયું છે અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતનાઓ હળવદ દોડી આવ્યા છે. હળવદ તાલુકાના મયુરનગરમા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે જે ગામોમાં તિડ દેખાય છે ત્યાં પણ દવાનો છંટકાવ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /