મોરબી જિલ્લામાં મેલેરિયા વિરોધી માસ નિમિત્તે જાગૃતિ અભિયાન

0
22
/
૧૬૦ પુરુષ આરોગ્ય કાર્યકર, ૧૯૮ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૭૫૪ આશા બહેનો, ૨૬ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, જિલ્લાના ૧૧૪૦ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા

મોરબી : દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ખાસ કરીને આ માસ દરમ્યાન મેલેરિયા અટકાયતી વિવિધ પ્રવૃતિઓ ઉપરાંત મેલેરિયાથી તકેદારી રાખવા જનજાગૃતિ વગેરે પ્રવુતિઓ ઝુંબેશના રૂપમાં કરવામાં આવે છે. ગુજરાતને ૨૦૨૨ સુધી મેલેરિયા મુક્ત કરવાના ઉદ્દેશ સાથે ચલાવી રહેલા આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેલ  છે.

આ અનુસંધાને મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીની સુચના તથા જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તથા જિલ્લા મેલેરિયા અધિકારીના આયોજનના સંયુક્ત સંકલનથી જુન માસની ઉજવણીની પ્રવ્રુતિઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં ઘરે-ઘરે ફરી મેલેરિયા સર્વેલન્સ કરવા આયોજન કરેલ છે. જેમાં પખવાડીક ધોરણે સર્વેલન્સ કરવામાં આવશે. જુન ૨૦૨૦ માસ દરમ્યાન સર્વેલન્સના બે રાઉન્ડનું આયોજન કરેલ છે.

આ સર્વેલન્સ માટે ૧૬૦ પુરુષ આરોગ્ય કાર્યકર, ૧૯૮ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૭૫૪ આશા બહેનો, ૨૬ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળી કુલ જિલ્લાના ૧૧૪૦ કર્મચારીઓ અને આશા બહેનોને આ કામગીરી સોંપવામાં આવેલ છે. સમગ્ર કામગીરી માટે ૧૫૮૩ ટીમોની રચના કરેલ છે. આ કામગીરીનું સુપરવિઝન મેડીકલ ઓફિસર અને જિલ્લાનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/