ટંકારા : ટંકારામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બે ઈચ વરસાદ થયો છે તે પુર્વે પણ છુટા છવાયા વરસાદથી સજ્જનપર ગામે શંકર ડેરી વાળી શેરી પાસે કુદરતી પાણીનો નિકાલ બંધ થતા બજાર રીતસરની બોટ બની હોવાના દ્રશ્યો સર્જાયા છે ગોઠણસમા પાણી વચ્ચે રહીશો અવર જવર કરતા હોય આગામી દિવસોમાં મરછર માખીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઉભી થઈ છે.
આ અંગે સ્થાનિક આગેવાન સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે કાલે તંત્રને જાણ કરી હતી અને સ્થળ મુલાકાતે પણ કર્મચારી આવ્યા હતા. પરંતુ ફોટો સેશન કર્યું અને ડાહી ડાહી વાતુ કરી આપમેળે સમજુતી કરીને રસ્તો કરવાની વાત કરી પોબારા ભણી જતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી પરંતુ જો તંત્ર કાયદાનો ધોકો ઉગામી ન્યાય કર્યો હોત તો આજે ફરી વરસાદમા પાણી ન ભરાત સાથે જો મકાન કે બીજી નુકસાન થાય તો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે. બીજી બાજુ કોરોનાના કહેર વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો તો શુ થશે તેવી રહીશોએ મામલતદરને લેખિતમાં રાવ કરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide