મોરબી : આજથી પ્રારંભ થતા નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન એજ્યુકેશન આપવા શિક્ષકો સજ્જ

0
24
/

મોરબી : કોવિડ-19 કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે 8 જૂનથી શાળાઓ વિદ્યાર્થીઓની ગેરહાજરી સાથે શરૂ થશે. સરકારની સૂચના મુજબ આગામી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ શાળામાં આવવાના નથી ત્યારે પ્રત્યક્ષ શિક્ષણ માટે વિપરીત સ્થિતિનું સર્જન થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઈન હોમ એજ્યુકેશન આપવામાં આવશે. આ માટે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર દ્વારા પ્રિપેર થતું સાહિત્ય વિદ્યાર્થીઓને ઓનલાઈન તેમજ સામાજિક દૂરી સાથે ઓફલાઈનના માધ્યમ થકી વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચતું કરવામાં આવશે. શિક્ષકો દ્વારા તેનું ફોલોઅપ કાર્ય પણ થશે.

આ ઉપરાંત, ઘો.1 અને ઘો.9 ની પ્રવેશ કાર્યવાહી, તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચતા કરવા, અત્યાર સુધી વિદ્યાર્થીઓ દ્વારા થયેલ અભ્યાસકાર્યની ચકાસણી, કુકિંગ કોસ્ટ, ફૂડ સિક્યોરિટી જેવી કામગીરીઓ શાળા કક્ષાએ થશે. વર્તમાન સ્થિતિમાં શિક્ષકો દ્વારા ખૂબ જ સરાહનીય કાર્ય થયા છે અને શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ મોરબી જિલ્લાના તમામ શિક્ષકો વિપરીત પરિસ્થિતિની વચ્ચે પણ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય અને અન્ય આવકશ્યક સેવાઓ માટે તત્પર છે.

આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખ દ્વારા પણ જરૂરી વિચાર સૂત્રો સાથે ટીમ મોરબીના શિક્ષકોને મોટિવેશન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. ડી.પી.ઈ.ઓ.ના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકો નવા શૈક્ષણિક સત્રમાં કોરોના સંદર્ભે જરૂરી જાગૃતિ માટેના પ્રચાર પ્રસાર સાથે વિદ્યાર્થીઓ માટે તેમના વાલીઓ સાથે સતત સંપર્કમાં રહી સ્ટડી ફોર હોમવર્ક અને અન્ય શાળાકીય અને સહઅભ્યાસિક પ્રકલ્પો માટે સજ્જ બન્યા છે. પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધી શિક્ષકો પોતાની ફરજ નિભાવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/