મોરબી : મોરબીના રામેશ્વરનગર ગામે જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઈ હતી. આ બનાવ બાદ બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હિતેષભાઈ મગનભાઈ ડાભી (ઉ.વ.-૩૫, રહે હાલ ગુલાબનગર, મોરબી) અનીલભાઇ ધનજીભાઇ, દીલીપભાઇ ધનજીભાઇ, ધનજીભાઇ (રહે. ત્રણેય રામેશ્વર નગર, મોરબી) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૮ના રોજ ફરીયાદી રામેશ્વર નગર ગામમાં ઝાપા પાસે આવેલ કરીયાણાની દુકાને જતા રોડ ઉપર આરોપીએ તેમના મોટાબાપુ ગીરધરભાઇ સાથે બોલાચાલી કરતા હોય અને ગીરધરભાઇ માનસીક બીમાર હોય. જેથી, ફરીયાદીએ આરોપીઓને સમજાવવા જતા ત્રણેય આરોપીઓ એ ફરી.ને કહેલ કે તુ તારૂ કર તારે આમા વચ્ચે પડવાની જરૂર નથી તેમ કહી ફરીને જેમા ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ હાથમાં લોંખડનો પાઇપ હોય, જેનો એક ઘા ફરીયાદીના માથાના પાછળના ભાગે મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide