હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે મારામારી : ચારને ઇજાગ્રસ્ત

0
48
/
ચાર શખ્સો સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે દંપતી સહિત ચાર વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મારામારીની ઘટનામાં ચાર શખ્સો સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જયદીપભાઇ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.-૨૨, રહે-રામાપીરના મંદીર સામે, સાપકડા, હળવદ) વાળાએ આરોપીઓ મિલનભાઇ ઘનશ્યામભાઇ, ઘનશ્યામભાઇ કાનજીભાઇ, પરસોતમભાઇ કાનજીભાઇ, પ્રેમજીભાઇ કાનજીભાઇ (તમામ રહે. સાપકડા, હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૮ના રોજ સાપકડા ગામે રામાપીરના મંદીર સામે ફરીયાદીના ઘર પાસે આરોપી મિલને ફરીયાદીને કહેલ કે ‘તુ અમારા ઘર પાસે કેમ તારૂ ટ્રેક્ટર મુકે છે તેમ કહી મીલન એક્દમ ઉશ્કેરાઇ જઇ તેની પાસે રહેલ લોખંડનો પાઇપ લઇ ફરીયાદીને માથાના ભાગે માર્યો હતો અને ફરીયાદીની પત્નિ કૈલાશબેન તથા ફરીયાદીના બેન કીરણબેન બન્ને છોડાવવા આવતા આરોપીઓ મિલનભાઇ તથા તેના બાપુજી ઘનશ્યામભાઇ કાનજીભાઇ તથા પરસોતમભાઇ કાનજીભાઇ તથા પ્રેમજીભાઇ કાનજીભાઇએ જેમ ફાવે તેમ ગાળો બોલી ધક્કા મુક્કી કરી ફરીયાદીની પત્ની કૈલાશબેનને પાડી દઇ હાથે તથા પગે ઇજા કરી તથા ફરીયાદીના બાપુજી મનસુખભાઇને પણ ધક્કા મુક્કી કરી પાડી દઇ ઇજા કરી તથા ફરીયાદીના ટ્રેક્ટરને પાઇપ વડે નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ ચલાવી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/