રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે
મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ મોરબી આર એન્ડ બી ટીમ દ્વારા વિવિધ પુલોના સર્વે શરુ કરવામાં આવ્યા છે મોરબી જીલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળ આવતા વિવિધ પુલો કેવી સ્થિતિમાં છે, ચોમાસાના ભારે વરસાદ કે આંધી પવનમાં તૂટી પડે તેમ નથી ને તેવો સર્વે શરુ કરાયો છે
જેમાં લતીપર રોડ પરના ટંકારા તાલુકાના સાવડી પાસેના બ્રીજ, આમરણ નજીક આવેલ ડેમી નદી પરનો બ્રીજ તેમજ પીપળીયા ચાર રસ્તા પાસેનો ફલકુ નદી પરનો બ્રીજ એમ ત્રણ બ્રીજનો સર્વે કરાયો છે જેમાં જરૂરિયાત હોય ત્યાં તાકીદે મરમ્મત કરવામાં આવશે તેમ પણ આર એન્ડ બીના અધિકારીએ જણાવેલ હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide