શનાળા રોડ પર બે આખલાઓ યુધ્ધે ચડતા રાહદારીઓ ભયભીત

0
99
/

મોરબી : શહેરમાં વારંવાર ખુલ્લા ફરતા રહેતા આખલાઓ યુધ્ધે ચડતા હોય છે ત્યારે નિર્દોષ નાગરિકો ઘાયલ થતા હોય છે કે વાહનો વગેરે સંપત્તિને નુકશાન થતું હોય છે. ત્યારે આજે મોરબીના શનાળા રોડ પર રામચોક નજીક બે આખલાઓએ સામસામે શીંગડા ભરાવતા સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો હતો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

એક કહેવત છે કે બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નીકળી ગયો. મોરબીમાં કંઈક અંશે આ કહેવત વારંવાર તાદ્રશ્ય થતી જોવા મળે છે. શહેરમા નધણિયાતાં આખલાઓ આપસમાં જયારે યુધ્ધે ચડે છે ત્યારે નિર્દોષ નાગરિકો ઘાયલ થતા હોય છે. પાછલા દિવસોમાં આ રીતના આખલા યુદ્ધમાં નિર્દોષ નાગરિકોનો ભોગ પણ લેવાયો છે.

આજે રામ ચોકમાં કે.કે. સ્ટીલ નજીક આખલા યુદ્ધથી વેપારીઓ અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે સ્થાનીય વેપારીઓએ કુનેહપૂર્વક બન્ને અખલાઓને ખદેડી મુક્યા હતા આથી કોઈ જાનમાલનું નુકશાન થયું ન હતુ. જાહેરમાં આખલા યુદ્ધથી મોરબીના લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર આવા બનાવો રોકવામાં નિષ્ફળ સાબિત થયું છે એવો ગણગણાટ ઉપસ્થિત લોકોમાં જોવા મળ્યો હતો. હાલ ચોમાસાની સીઝનમાં ઠેર ઠેર રેઢિયાળ આખલાઓ રખડતા હોય તંત્ર આવા આખલાઓને પાંજરાપોળમાં મોકલે એવી લોકમાંગણી તીવ્ર બની રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/