વાંકાનેરના મહિકામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

0
36
/
કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ. 10,750 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

આજે તા. 15ના રોજ તાલુકા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મળેલ હકીકત આધારે મહીકા ગામે કંડવાળી હોકરીની પાસે નાલાની બાજુમાં જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે રેઇડ કરતાં રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ 100 એમ મળી કુલ કિ.રૂ. 10,750ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે અશોકભાઇ હીરાભાઇ મીણીયા (ઉ.વ. 25), જયસુખભાઇ રામજીભાઇ ધરજીયા (ઉ.વ. 36), અબ્દુલરજાક ઉસ્માનભાઇ બાદી (ઉ.વ. 35), સૈફુદીન ઇસ્માઇલભાઇ સેરસીયા (ઉ.વ. 23), સઇદુલભાઇ ઉસ્માનભાઇ બાદી (ઉ.વ. 25), રાહીલભાઇ ઇસ્માઇલભાઇ બાદી (ઉ.વ. 26) તથા જેન્તીભાઇ થોભણભાઇ બાબરીયા (ઉ.વ. 50) વિરૂધ્ધ જુગારધારા કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/