સ્થાનિકે વીડિયો બનાવી સીરામીક કંપનીની પોલ ખોલી : સીરામીક ફેક્ટરી દ્વારા સફેદ રગડા જેવું કેમકીલ પાણી કેનાલમાં નિકાલ કરીને જન આરોગ્ય સાથે ચેડાં કરાતું હોવાનો આક્રોશ ઠાલવ્યો
મોરબી : મોરબી નજીક નીચી માંડલ પાસે આવેલ સીરામીક ફેકટરી દ્વારા જોખમી રીતે પ્રદુષિત પાણી બાજુની વહેતી કેનાલમા નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિકોએ જોખમી રીતે સીરામીક કંપની દ્વારા પ્રદુષિત પાણીનો કેનાલમાં નિકાલ અંગે વીડિયો વાઇરલ કર્યો છે. જેમાં સીરામીક ફેક્ટરી દ્વારા સફેદ રગડા જેવું કેમકીલયુક્ત પાણી કેનાલમાં નિકાલ કરીને જન આરોગ્ય સાથે ચેડાં કરાતું હોવાનો આક્રોશ ઠાલવ્યો છે.
મોરબીના નીચી માંડલ ગામે આવેલ સેગા વિટ્રીફાઇડ સીરામીક ફેક્ટરીમાંથી સફેદ રગડા જેવું કેમિકલયુક્ત પાણીનો ફેક્ટરીની બહાર જોખમી રીતે નિકાલ કરવામાં આવે છે. આ સીરામીક ફેક્ટરીનું સફેદ રગડા જેવું પ્રદુષિત પાણી ફેક્ટરીમાંથી નીકળીને બાજુમાં વહેતી કેનાલમાં ભળે છે. જોકે આ કેનલનું પાણી લોકો પીવામાં ઉપયોગમાં લે છે. તેથી, સીરામીકનું પ્રદુષિત પાણી કેનાલમાં ભળતું હોય આ પાણી પીવામાં ઉપયોગમાં લેવાથી લોકો અનેક ગંભીર બીમારીનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે સ્થાનિકોએ સીરામીકનું પ્રદુષિત પાણી કેનાલમાં વહેતુ હોવાનો વીડિયો વાયરલ કર્યો છે.
આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ સીરામીક ફેકટરી ખુલ્લેઆમ જન આરોગ્ય સાથે ચેડાં કરી રહી છે. જે રીતે સીરામીક કંપનીનું પ્રદુષિત પાણી કેનાલમાં વહે છે. તે જોતા આ સીરામીક કંપનીની જોખમી બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આથી, સ્થાનિકોએ આ ગંભીર મામલે વીડિયો વાયરલ કરીને સંબધિત તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે અને આ મામલે સંબધિત તંત્ર યોગ્ય પગલાં ભરે એવી માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide