વાંકાનેરમાં પ્રેમ સબંધ બાબતે યુવાન ઉપર છરીથી હુમલો

0
55
/
બે શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં પ્રેમ સંબંધ મામલે યુવાન ઉપર બે શખ્સોએ છરીથી હુમલો કર્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી દેવકુમાર જગજીવનભાઈ ડાભી (ઉં.વ. ૧૮, ધંધો-મજુરી, રહે. શક્તિપરા, રેલ્વે સ્ટેશનની બાજુમા, હસનપર, વાંકાનેર) એ આરોપીઓ દેવ વાઘજીભાઈ મકવાણા, દીપક ગેલાભાઈ મકવાણા (રહે. બન્ને શક્તિપરા, હસનપર, વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૪ ના રોજ ધમલપર, રેલ્વે ફાટક નજીક, મેલડી માતાજી ના મંદીર પાછળ, ખરાબાની જગ્યામા હસનપર ગામની સીમ ખાતે બનેલા આ બનાવમાં ફરિયાદીના કૌટુંબીક ભત્રીજા રાજુ તથા આરોપીના કુટુંબના કેશુભાઈ મકવાણાની દીકરીને પ્રેમસંબંધ હોય તે બાબતે અગાઉ બોલાચાલી થયેલ તેનો રોષ રાખી ફરીયાદી આરોપીઓના ઘર પાસેથી શેરીમાંથી નીકળેલ તે વખતે ફરિયાદીને કેમ નીકળ્યો તેમ કહી ફરિયાદી કુદરતી હાજતે ગયેલ ત્યાં આરોપીઓ પાછળ જઈ ફરિયાદીને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી તેમજ છરી વતી માથામા કપાળના ભાગે તથા જમણા પગે સાથળ ના ભાગે તથા ડાબા હાથે કોણીની ઉપરના ભાગે ઘા મારી ઈજા કરી અને લાકડી વતી વાંસામાં ત્રણ-ચાર ઘા મારી મૂંઢ ઈજા કરી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/