મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકા વાઈઝ નક્કી કરેલ શાળાઓ માંથી મેળવી શકાશે

0
45
/

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવેલ. ગુજ. માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ની પરીક્ષાના પરિણામ સાહિત્યનું વિતરણ આગામી તા. ૨૨/૦૬/૨૦૨૦ ના રોજ થનાર છે. સદરહુ બાબતે હાલની COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ પરિણામ વિતરણ જિલ્લા વિતરણ કેન્દ્રની જગ્યાએ તાલુકાવાર કરવાનું થાય છે. આથી મોરબી જિલ્લામા નીચે જણાવેલ સ્થળો પરથી તાલુકાવાઈઝ વિતરણ સ્થળ ફાળવી આગામી તા. ૨૨/૦૬/૨૦૨૦ ના રોજ પરિણામ વિતરણ થનાર છે. જે-તે તાલુકામાં આવતી શાળાઓએ આપના તાલુકાને ફાળવેલ વિતરણ સ્થળ પરથી જ પરિણામ સાહિત્ય મેળવવાનું રહેશે.

મોરબીમાં ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ, હળવદમાં નાલંદા વિદ્યાલય, ટંકારામાં ઓરપેટ કન્યા વિદ્યાલય તથા વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલમાંથી પરિણામપત્રક મેળવી શકાશે. ઉપરોક્ત જણાવ્યાનુસાર મોરબી જિલ્લાની તમામ માદ્યમિક શાળાઓએ તા. ૨૨/૦૬/૨૦૨૦ ના રોજ સવારે ૦૯.૦૦ કલાકથી આપની શાળાના અધિકાર પત્ર સાથે વિતરણ સ્થળ પરથી પ્રતિનિધીએ ઉપસ્થિત રહી પરિણામ લગતું સાહિત્ય મેળવી લેવાનું રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/