મોરબી: યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા મોરબી જિલ્લા કલેક્ટરનો પ્રજાને અનુરોધ

0
22
/
/
/

મોરબી : ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT HOME ,YOGA WITH FAMILY નો કોન્સેપ્ટ અપનાવીને આપણે સૌએ ઘરેથી જ તા. ૨૧ / ૦૬ / ૨૦૨૦ ના, રોજ સવારના ડી.ડી.ગીરનાર પરથી ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રીનાં પ્રવચન બાદ યોગા પ્રોટોકોલ પ્રમાણે યોગભ્યાસ ઘરેથી જ કરવાનો રહેશે .

વડાપ્રધાનનાં તા ૩૧/૦૫/૨૦૨૦ ના “મન કી બાત” કાર્યક્રમ માં જણાવ્યા મુજબ “MY LIFE MY YOGA” વિષય ઉપર વિડિઓ બ્લોગીંગ કન્ટેસ્ટ જાહેર કરી તેમાં દરેકને ભાગ લેવા જણાવેલ છે. જે અંર્તગત ભાગ લેનારે ૩ મિનિટના સમયગાળામાં ૩ યોગિક ક્રિયાઓ સાથેનો SHORT VIDEO MESSAGE બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે, જે માટેની એનટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઈટ https : // yoga.aayush gov.in/yoga ઉપર તથા અન્ય બે ચેનલ (૧) The MyGov Platform અને (૨) http://mylifemyoga2020.com પર પણ કરી શકાશે. વિજેતાને ૨૫,000 થી ૧,૦૦,૦૦૦ ની વિવિધ શ્રેણીમાં ઇનામ જાહેર કરાયેલ છે. જે અન્વયે મોરબી કલેકટર જે.બી. પટેલ દ્વારા મોરબીની જાહેર જનતાને વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જણાવવામાં આવે છે. તેમ નિવાસી અધિક કલેક્ટર મોરબીની યાદીમાં જણાવ્યુ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/