મોરબી : શાકમાર્કેટ, ઓટો મોબાઇલ્સ અને જથ્થાબંધ કરિયાણાની દુકાનો હવેથી 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે : સ્વૈચ્છિક નિર્ણય

0
232
/
મોરબીમાં કોરોનાના કેસ વધતા શાકમાર્કેટ સહિતના એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો

(મનીષ હિરાણી દ્વારા) મોરબી : મોરબી શહેરમાં કોરોનાનું આક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબીના શાકમાર્કેટ, ઓટો પાર્ટસની ઓટોમોબાઇલસની દુકાનો અને જથ્થાબંધ કરિયાણાની દુકાનોના વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છિક રીતે સાવચેતીના ભાગ રૂપે દુકાનો બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે.

આ અંગે મોરબી શાક માર્કેટ એસોસિએશને એક લેખિત પ્રેસ યાદીમાં જણાવ્યું હતું કે શાક માર્કેટના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો હતો કે મોરબી શહેરમાં કોરોના વધતા કેસના પગલે મોરબી શાક માર્કેટના શાક બકાલા, ગ્રેઇન મર્ચન્ટ, ફ્રુટના વેપારીઓએ સર્વ સંમતિથી નક્કી કર્યા મુજબ શાક માર્કેટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આજે સોમવારથી શાક માર્કેટ દરરોજ વહેલી સવારના 5-30 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. બપોરના 3 વાગ્યા બાદ શાક માર્કેટ બંધ રહેશે.

આ ઉપરાંત, ઓટો સ્પેર પાર્ટની દુકાનના સંગઠન મોરબી ઓટોમોબાઇલ એસોસિયેશનના પ્રમુખ ત્રિભોવનભાઈ પટેલે પણ જાહેર કર્યું હતું કે કોરોનાના વધતા કેસના પગલે તેમના એસો. હેઠળની ઓટોમોબાઇલસની દુકાનો પણ બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. જ્યારે મોરબીના જથ્થાબંધ કરિયાણા અને ખાંડના વેપારીઓ દ્વારા પણ બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધાનું જાહેર કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્ણય જે તે વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છિક રીતે લેવામાં આવ્યો છે. સરકારના નિયમ મુજબ દરેક વેપારી અને દુકાનદાર રાત્રીના 8 વાગ્યા સુંધી તેમની દુકાન, ઓફીસ અને ધંધો ચાલુ રાખી શકે છે. સરકાર દ્વારા કોઈ પણ નિયમમાં ફેરફાર કરવામાં આવેલ નથી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/