મોરબીમા 10 ડેમ પૈકી 4 ડેમમાં 24 કલાક દરમ્યાન નવા નિરનું આગમન થયું

0
97
/

મોરબી : મોરબી જિલ્લામાં આવેલા 10 ડેમો પૈકી 4 ડેમોમાં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ છે.

મચ્છુ 1 ડેમની કુલ ઊંડાઈ 49.02 ફૂટ છે. જેમાં પાછલા 24 કલાકમાં 0.92 ફૂટનો વધારો થતાં હાલ ડેમની જીવંત જળસપાટી 24.35 ફૂટે પહોંચી છે. આ ડેમના કેચેટમેન્ટ વિસ્તારમાં 13 મિમી.વરસાદ નોંધાયો છે. જ્યારે મચ્છુ 2 ડેમની કુલ ઊંડાઈ 58.1 ફૂટ છે જેમાં 20.80 ફૂટ જીવંત પાણીનો જથ્થો ઉપલબદ્ધ છે.

આ ઉપરાંત ડેમી 1ની કુલ 24.77 ફૂટની ઊંડાઈમાં 0.13 ફૂટનો વધારો થતાં હાલ જીવંત પાણીની સપાટી 23 ફૂટે પહોંચી છે. જ્યારે ડેમી 2 ડેમમાં 36.35 ફૂટની ઊંડાઈ સામે હાલ ડેમની જીવંત સપાટી 9.20 ફૂટે પહોંચી છે. પાછલા 24 કલાકમાં ડેમી 2 ડેમમાં 0.33 ફૂટનો વધારો થયો છે. બંગાવાડી ડેમમાં 2.62 ફૂટના વધારા સાથે હાલ 20.80 ફૂટે પાણીનો જીવંત જથ્થો પહોંચ્યો છે. મોરબી જિલ્લાના તમામ જળાશયોમાં થઈને હાલ 10631 મી.ક્યુસેક ફૂટ જીવંત પાણીનો સંગ્રહ થયો છે જે કુલ કેપેસિટીના 28.62 ટકા જેટલો થાય છે.

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/