એર સ્ટ્રાઇકથી ડરી ગયેલા પાકિસ્તાન દ્વારા LOC પર ગોળીબારઃ ભારતીય સેનાનો જોરદાર જવાબ

17
264
/

પુલવામા આતંકી હુમલા બાદ શાંતિ રાગ ગાવાનું નાટક કરી રહેલું પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. જેમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા સાથે પાક. સરકાર ભયથી હચમચી ગઈ છે. તેના કારણે આજે વહેલી સવારે પાકિસ્તાને ફરી એક વખત લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર સીઝ ફાયર (યુદ્ધ વિરામ)નું ઉલ્લંઘન કર્યું છે. પૂંચ અને રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાને આડેધડ ફાયરિંગ કરીને રહેણાક વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતે પણ વળતો જવાબ આપીને પાકિસ્તાનના જવાનો પર ફાયરિંગ કર્યું હતું.

પુલવાંમાંના આતંકી હુમલા બાદ ૧૨ દિવસ પછી સોમવારે મોડી રાતથી સતત પાકિસ્તાન અંકુશ રેખા (એલઓસી) પર ફાયરિંગ કરી રહી છે. સોમવારે મોડી રાતે પણ પાકિસ્તાની સેનાએ રાજૌરી સેક્ટરમાં આવેલા રહેણાક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત અખનુંર, મેંઠર અને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં આડેધડ ગોળીબાર કરવામાં આવી રહ્યા છે. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. આ તણાવની સીધી અસર બોર્ડર પર પણ જાવા મળી છે. પાકિસ્તાને સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ શરૂ કરતાં બીએસએફ સહિતના સુરક્ષા દળો સતર્ક થઈ ગયાં છે. જેમાં ભારતીય સેના પણ સામે ગોળીબાર કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

17 COMMENTS

Comments are closed.