મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના ચોકની આસપાસ રેકડીઓ અને કેબીનો તથા પાથરણાવાળાઓને ધંધો કરવાની મનાઈ ફરમાવી છે.જોકે જાહેરનામાનો અમલ 8 જુલાઈથી અમલ થવાનું દર્શાવ્યું છે.પણ આ જાહેરનામું છેક આજે પ્રસિધ્ધ કરાયું છે.
મોરબી જિલ્લા કલેકટરે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આ જાહેરનામાં જણાવ્યું છે કે ,મોરબીની મુખ્ય બજાર નગર દરવાજાની આસપાસ અનેક રેકડીઓ,કેબીનો તથા પાથરણાવાળાઓ બેસીને વેપાર ધંધો કરે છે.આ મુખ્ય બજાર હોવાથી લોકોની ભીડ અહીં વધુ ઉમટે છે.ઉપરાંત લારી ગલ્લા અને પાથરણાવાળાઓ મોટી જગ્યાઓ રોકી લેતા હોવાથી ખરીદી માટે આવતા લોકો માટે વાહન પાર્કિગની જગ્યા બચતી નથી.ટ્રાફિક વધુ થવાથી એકલ દોકલ વાહન નીકળી શકે તેટલી જ જગ્યા બચે છે.નહેરુ ગેટ ચોક આસપાસ વિશાળ જગ્યા છે પણ કેબીનો રેકડી વાળાઓ અને પાથરણા વાળાઓ મોટી જગ્યા રોકી લેતા હોવાથી ટ્રાફિક હળવો કરવા માટે એસપીની દરખાસ્તથી નહેરુ ગેટ આસપાસ કેબીનો,રેકડીઓ અને પાથરણાવાળાઓ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide