મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

0
37
/

મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રોપાઓના વિતરણનું કાર્ય સમાપ્ત કરવામાં આવ્યું હોવાથી હવે કોઈપણ વ્યક્તિએ રોપા લેવા માટે ધક્કો ખાવો નહીં. તેમજ મોરબીમાં કોરોના વાયરસના વધુ રહેલા સંક્રમણને કારણે મોરબીવાસીઓની સલામતીના ભાગ રૂપે થોડા દિવસો માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રએ કોઈપણ વ્યક્તિએ ખાસ કામ અથવા કોઈ વસ્તુ આપવાની હોઈ તો જ કેન્દ્ર ખાતે આવવું. આ સિવાય બિનજરૂરી કેન્દ્ર ખાતે આવવું નહિ. તેમજ શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ આવવાના બદલે ફોન પર સંપર્ક કરવો તેમ કેન્દ્ર દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે. (કર્તવ્ય જીવદયા કેન્દ્ર મો.75748 85747)

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/