જીએસટી નિષ્ણાંત પાસેથી જાણો નિયમોમાં બદલવા અંગે
જીએસટી લાગુ થયા બાદ નિયમોમાં બદલાવ થયા કરે છે જેની માહિતી સંબંધિત તમામ વ્યવસાયીઓ સુધી પહોંચાડવાના ઉદેશ્યથી મોરબીન્યુઝ ટીમ જીએસટી નિષ્ણાંત પાસેથી સચોટ માહિતી મેળવીને તમારા સુધી પહોંચાડે છે જેમાં મોરબીના જીએસટી નિષ્ણાંત વિશાલ જોષી ઈ વે બીલમાં વેલીડીટી વધારવાના નવા નિયમ અંગે આજે જાણો વિગતવાર…
રૂલ્સ ૧૩૮ સબ રૂલ્સ ૧૦ માં અમેંડમેન્ટ કરી ઈ વે બીલ જે સમયે એક્સપાયર થાય છે તેના આઠ કલાકની અંદર તેની વેલીડીટી વધારી શકાશે પહેલા ઈ વે બીલના નિયમમાં આવું વેલીડીટી વધારી શકવાનું ઓપ્શન ના હતું પરંતુ આમ થવાથી હવે ઘણા ટ્રાન્સપોર્ટર અને કારખાનેદારોને રાહત મળી શકશે
નોટીફીકશન ૩૧/૨૦૧૯ તા. ૨૮-૬-૨૦૧૯ (ચોથું અમેંડમેન્ટ) જીએસટી રૂલ્સ ૨૦૧૭ માં રૂલ્સ ૧૦ પછી એક નવો રૂલ્સ ૧૦ (એ) ઉમેરાયો છે જેમાં ફોર્મ જીએસટી રજી ૦૬ ભર્યા બાદ જીએસટી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ તુરંત મળી જતું હતું (રૂલ્સ ૧૨ અને રૂલ્સ ૧૬) ના રજીસ્ટ્રેશન સિવાય. પરંતુ હવેથી દરેક રજીસ્ટર પર્સન (જીએસટી નંબર ધરાવનાર) ને ૪૫ દિવસની અંદર તમારી બેંક ડીટેલ ફરજીયાતપણે અપલોડ કરવી પડશે અથવા તો જે ૪૫ દિવસનો સમય મર્યાદા આપી છે તે સમયમાં તમારૂ કોઈ રીટર્ન ભરવાનું થતું હોય તેવા સંજોગોમાં રીટર્ન ભરવાના (સેક્શન ૩૯) સમય પહેલા તમારી બેંક ડીટેલ પોર્ટલ પર આપવી ફરજીયાત છે
ઉદાહરણ તરીકે માનો કે તા. ૩૦-૬-૧૯ ના રોજ જીએસટી તમારું રજી. સર્ટીફીકેટ ઈશ્યુ થાય છે ત્યારથી ૪૫ દિવસ ગણતા તા. ૧૫-૦૮-૧૯ તમારી ડ્યુ ડેટ આવે પરંતુ ત્યાર પહેલા તમારી રીટર્નની ડ્યુ ડેટ તા. ૨૦-૦૭-૧૯ છે તો તા. ૨૦-૦૭ સુધીમાં તમારી બેંક ડીટેલ અને અન્ય ડીટેલ પોર્ટલ par અપલોડ કરવાની થશે નહિ તો રૂલ્સ ૨૧ મુજબ તમારું જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ થઇ સકે છે
હવે અન્ય ક્યાં કારણોસર જીએસટી ડીપાર્ટમેન્ટ તમારો જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરી સકે તે જાણીએ…
- જે સમયે જીએસટી નંબર લીધો હોય ત્યારે ધંધાનું સ્થળ દર્શાવેલ હોય પરંતુ તમે તમારૂ કામ તે જગ્યા par ના કરતા હોય તો પણ જીએસટી ડીપાર્ટમેન્ટ તમારૂ રજીસ્ટ્રેશન કેન્સલ કરી સકે.
- તમે કોઈપણ માલ અથવા સર્વિસ આપેલ ના હોય છતાં બીલ (ફેક ઇન્વોઇસ) ઈશ્યુ કરો છો તો પણ જીએસટી ડીપાર્ટમેન્ટ રજીસ્ટ્રેશન કેન્સલ કરી સકે છે.
- હવેથી રૂલ્સ ૧૦ (એ) ઉમેરાતા જીએસટી રજીસ્ટ્રેશન લીધા બાદ ટાઈમ લીમીટમાં બેંક ડીટેલને અપલોડ નહિ કરવાથી જીએસટી ડીપાર્ટમેન્ટ તમારૂ રજીસ્ટ્રેશન કેન્સલ કરી સકે છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી
જીએસટી વિષે તમામ સરળ સમજુતી અને માહિતી માટે સેન્ટ્રલ એક્સાઈઝ ક્ષેત્રે ૧૭ વર્ષના અનુભવી વિશાલ એમ જોષી (જીએસટી દ્વારા માન્યતા પ્રાપ્ત કન્સલટન્ટ) નો સંપર્ક કરવા મોબાઈલ નંબર ૯૮૨૫૯ ૬૨૨૬૯ પર સંપર્ક કરી શકો છો
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide