મોરબીના વાઘપર ખાતે અજય લોરીયાની હાજરીમાં ગામલોકોએ રામરથના વધામણાં કર્યા

0
66
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા રામમંદિર માટે ફાળો એકત્ર કરવા માટે નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રામરથ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રામરથ ફરી રહ્યો છે.

મોરબી જિલ્લાના ગામડે-ગામડે રામરથનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે વાઘપર ગામ ખાતે યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાની હાજરીમાં લોકોએ રામરથના વધામણાં કર્યા હતા. ગામની કુમારિકાઓએ માથે કળશ પધરાવી રામરથનું સામૈયું કર્યું હતું. બાળકોએ શ્રીરામ, લક્ષ્મણ અને હનુમાનની વેશભૂષા ધારણ કરી હતી. ગામની મહિલા અને પુરુષો રામના ભજન ગાઈ ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ કાર્યકર્તાઓ અને ગામના આગેવાનો વચ્ચે રામમંદિરના પ્રચાર-પ્રસાર હેતુ સભા યોજાઈ હતી. આ તકે અગ્રણી અજય લોરીયા ઉપરાંત ડો. જયંતીભાઈ ભાડેશીયા, વિપુલ અઘારા, લલિત ભાલોડીયા, મહેશ બોપલીયા, ભાવેશ કુંડારીયા પણ હાજર રહ્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/