મોરબી : સગીરાને ભગાડી જનાર આરોપી શખ્સ ઝડપાયો

0
150
/

મોરબી : તાજેતરમા મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસેથી કારખાનામાંથી છ માસ પહેલા સગીર વયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર મધ્યપ્રદેશના ઝાંબવા જિલ્લાના આરોપીને પકડી પાડવામાં અને ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં ભોગ બનનાર તથા આરોપી પડધરી તાલુકાના જીલરીયા ગામે હોવાની હકિકત મળતા પોલીસ ટીમ પડધરી તાલુકાના જીલરીયા ગામે તપાસ અર્થે પહોંચી હતી. અને આરોપી રાહુલ રાજેશ પરમાર (રહે-હરીપુરા ખુર્દ તાજાલવાપાટન, જી. ઝાલાવાર (રાજસ્થાન), હાલ રહે. લંબેલા, તા.રાણાપુર, જી. જાંબવા (મધ્ય પ્રદેશ))ને તથા ભોગ બનનારને પડધરી તાલુકાના જીલરીગા ગામ નજીક આવેલ ગૌશાળા ખાતેથી પણ શોધી કાઢવામાં આવ્યા છે.એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટે બન્નેના COVID-19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને છ માસ પહેલા મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ નજીક આવેલ ઝારકો સીરામીકમાંથી ભોગ બનનારનું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં પણ સફળતા મેળવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/