મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શોશ્યલ મિડિયા મારફત આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેના સંદર્ભે સરકાર સાથે સતત વાટાઘાટો કરી શિક્ષણમંત્રી એ સંપૂર્ણ હકારાત્મક અભિગમ અપનાવી ગુજરાતના ૬૫,૦૦૦ શિક્ષકોને જે ન્યાય આપ્યો છે. એ માટે સરકારનો અને સૌ સંગઠનના મહાનુભાવોનો ઋણ સ્વીકાર માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં બ્રિજેશભાઈ મેરજા પૂર્વ ધારાસભ્ય મોરબી માળીયા, રાઘવજીભાઈ ગડારા પ્રમુખ, હિરેનભાઈ પારેખ મહામંત્રી, જ્યોતિસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ કૈલા, વિપુલભાઈ અઘારા સહિતના મહાનુભાવોને ઋણ સ્વીકાર પત્ર હિતેશભાઈ ગોપાણી અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મહામંત્રી, પ્રદીપભાઈ કુવાડીયા, સંદીપભાઈ લોરીયા, હરદેવભાઈ કાનગડ, હિતેશભાઈ પંચોટીયા સહિતનાએ રાજ્યના 65 હજાર શિક્ષકોના 65 હજાર પરિવારો વતી આ સફળતામાં સહભાગી થવામાં મદદરૂપ થયેલ સૌ કોઈનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા હાલ આ પરિપત્ર સ્થગીત કરવામાં આવ્યો છે પણ આ અન્યાયી પરિપત્ર રદ કરી 65 હજાર જેટલા શિક્ષકોને મહિને તાત્કાલીક આશરે દશ હજાર રૂપિયાનો ફાયદો થાય એ માટેની લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી હતી અને સફળતાની ખુશી વ્યક્ત કરવા મહાનુભાવોને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide