મૂળ મોરબીના શાપરના રવિરાજસિંહની પ્રેમિકાએ પ્રથમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : એફ.એસ.એલ સહિતની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ ખુલાસો
રાજકોટ : ASI ખુશ્બુ કાનાબાર અને મૂળ મોરબીના શાપરના રહેવાસી (હાલ. રહે રાજકોટ) કોન્સ્ટેબલના રવિરાજસિંહના અપમૃત્યુ કે હત્યા મામલે FSL રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જે મુજબ ખુશ્બૂ કાનાબારે 4 ફૂટ દૂરથી પ્રેમી રવિરાજસિંહને ગોળી મારી તેની હત્યા કરી હતી ત્યારબાદ ખુદ પોતાની જ સર્વિસ પિસ્તોલથી આત્મહત્યા કરી હતી.
રાજકોટમાં લેડી ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ કેસ મામલે આજે સમગ્ર હકીકત સામે આવી છે. FSL રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે. આજે મોડી સાંજે ફોરેન્સિક રિપોર્ટ પોલીસને મળ્યો છે જેમાં રવિરાજસિંહની હત્યા બાદ ખુશ્બુએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રવિરાજ સિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારવામાં આવી હતી. જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. ખુશ્બૂએ રવિરાજના નિષ્પ્રાણ ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું છે. તપાસમાં ખુશ્બૂના ખભા અને કપડાં પરથી ગન પાવડર મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડાં પરથી ગન પાવડર નથી મળી આવ્યો.
ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોંફરન્સમાં સમગ્ર બનાવનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે રવીરાજસિંહ અને ખુશ્બુને છેલ્લા 9 મહિનાથી પ્રેમ સંબંધ હતો. દરરોજ બંને સાથે જમતા હરતા ફરતા. રવિરાજસિંહ રોજ રાત્રે જમવા સમયે ખુશ્બુના આવાસ યોજનામાં ભાડે રાખેલા ફ્લેટ પર જતો અને મોડી રાત્રે 3 વાગ્યા બાદ પોતાના મવડી હેડક્વાર્ટર વાળા ઘેર જતો. ઘરે ગયા બાદ પણ બંને ફોનમાં ચેટિંગ પણ કરતા હતા.15 દિવસ પહેલા મુંબઇ સહિતની જગ્યાએ રવીરાજસિંહ અને ખુશ્બુ ફરવા ગયા હતા.
રવીરાજસિંહ ફ્લેટએ 9 વાગ્યાની આસપાસ આવતા અને રાત્રે 3 વાગ્યે ત્યાંથી નીકળી જતા. થોડા સમય પહેલા રવીરાજસિંહ અને ખુશ્બુ મુંબઇ, માથેરાન વિવેક કુછડીયાના પરિવાર સાથે ફરવા ગયા હતા ત્યારે રવીરાજસિંહના પત્નીનો ફોન આવ્યો હતો ત્યારે રવીરાજસિંહ અને ખુશ્બુ વચ્ચે માથાકૂટ થઈ હતી.
રવીરાજસિંહ અને ખુશ્બુ બંને એકબીજાને પતિ પત્ની હોય એ જ રીતે મેસેજ કરતા હતા એટલે એમની વચ્ચે અન્ય સબંધો હોઈ તેવું લાગી રહ્યું છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.