મોરબીમાં સર્વત્ર ગુરુનું ભાવભેર પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ

0
143
/

વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ : કેશવાનંદ આશ્રમ, શંકર આશ્રમ ,રામધન આશ્રમ,ખોખરાધામ અને બગથળા પાસેના નકલંક ધામ સહિતના તમામ આશ્રમો તથા ધાર્મિક સ્થાનકોમાં તથા શાળા કોલેજમાં ગુરુની પૂજા અર્ચના કરીને ભાવ વંદના કરાઈ

મોરબી : ઈશ્વરનો એક સાચા ગુરુ જ સાક્ષાત્કાર કરાવે છે. ગુરુના સાચા જ્ઞાન થકી જીવન ધન્ય બને છે. તેથી આપણા સમાજમાં ઈશ્વર કરતા ગુરુ સવાયા હોવાના મહિમાગાન કરતા ગુરુપૂર્ણિમા પર્વની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં ઠેરઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ધર્મોલ્લાસભેર ઉજવાયો હતો. જેમાં મોરબી નજીક આવેલા વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. આ ઉપરાંત કેશવાનંદ આશ્રમ, કબીર આશ્રમ, શંકર આશ્રમ, રામધન આશ્રમ અને ખોખરાધામ ખાતે તેમજ બગથળા ખાતે આવેલ નકલંક ધામ ખાતે સહિતના તમામ આશ્રમો અને ધાર્મિક સ્થાનકોમાં અને શાળા કોલેજોમાં ગુરુઓનું પૂજન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી.

મોરબીના સીરામીક અગ્રણી કે.જી.કુંડારિયા તથા રતિલાલ જાકાસણીયાના યજમાનપદે આજે મોરબી રાજકોટ હાઇવે પરના વિરપર નજીક આવેલ સમય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડ્રિમલેન્ડ ફનવર્લ્ડની બાજુમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈફ મિશનના કલાગુરુ સ્વામી રાજર્ષિ મુનિના સાનિધ્યમાં આ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે પાદુકા પૂજન, ગુરુજીનું આગમન, દીપ પ્રાગટય, સમૂહ પ્રાર્થના, સ્વાગત પ્રવચન, ગુરુજીનું ફુલહારથી સ્વાગત, મહાનુભવોનું પ્રવચન, ગુરુદેવના આશીર્વાદ, આભાર દર્શન, ગરુદેવની ભાવવંદના તથા મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ દરમ્યાન મંત્ર દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુજીના હસ્તે ભક્તો દીક્ષા લીધી હતી. મોટી સંખ્યા ભાવિકો ઉમટી પડીને ગુરુજીનું પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/