અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ચક્કાજામ – રસ્તારોકો આંદોલન પણ પડતું મુકાયું
મોરબી : તાજેતરમા મોરબીના ત્રાજપર ચોકડી નજીક યુવાનની હત્યા કરવાના બનાવમાં હત્યારો ન પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયા બાદ ગતરાત્રીના હત્યારો રમેશ ભરવાડ ઝડપાઇ જતા આજે અજિતભાઈના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરવામાં આવી હતી.
મોરબીના વણકરવાસમાં રહેતા અજિતભાઈ પરમાર નામના યુવાનની નજીવી બાબતે હત્યા થયા બાદ તેમના પરિવારજનો અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા હત્યારો ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી તંત્રને હત્યારાને પકડી પાડવા અલ્ટીમેટમ આપી રસ્તારોક આંદોલન અને ચક્કાજામ કરવા ચીમકી આપવામાં આવી હતી.
બીજી તરફ પોલીસે ગત મોડી રાત્રે હત્યારા રમેશ મંગા ભરવાડ રહે. ત્રાજપર મોરબી વાળાને પોલીસે ઝડપી લીધો હતો.આમ, પોલીસે હત્યારાને ઝડપી લેતા આજે અજિતભાઈના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારી લઈ અંતિમવિધિ કરવામાં આવતા શહેર પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide