હડમતીયા : નકલંકધામ ખાતે 28મીએ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

0
27
/

હડમતીયા : હાલ હડમતીયામાં નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ-રાજકોટના સહયોગથી સ્વ. ગોપાલભાઈ જેરામભાઈ સવાડિયાના સ્મર્ણાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન આગામી તા. 28ને ગુરુવારે બપોરે 3થી 6 કલાકે નકલંકધામ ખાતે કરવામાં આવ્યું છે.

સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાનું કેન્દ્ર અને ગુરુદ્વાર નકલંકધામ-હડમતીયા મુકામે દર માસની પૂર્ણિમા સમાજના દાતાઓના સહયોગથી ઉજવવાનું નક્કી કરેલ છે. એ અનુસંધાને પોષ માસની પ્રથમ પૂર્ણિમા થાનગઢના સમાજ સેવક એવા સ્વ. ગોપાલભાઈ જેરામભાઈ સવાડિયાના સ્માર્ણાર્થે એમના પરિવારજનો દ્વારા ઉજવવામાં આવનાર છે. તેમજ નકલંકધામ હડમતીયા સેવાયજ્ઞ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરેલ છે. તો સમાજના દરેક લોકો અને ખાસ કરી યુવાનો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાય તેવો અનુરોધ નકલંકધામ-હડમતીયાના મહંત મેહુલદાસબાપુ અને નકલંકધામ હડમતીયા સેવા યજ્ઞના યુવા કાર્યકરો દ્વારા પણ કરવામાં આવ્યો છે.

જે દાતાઓ રક્તદાન કરવા ઈચ્છતા હોય તેઓએ પોતાનું પૂરું નામ, ગામ, બ્લડ ગ્રુપ અને મોબાઈલ નંબર અગાઉથી વ્યવસ્થાના ભાગરૂપે નોંધ કરાવવાની રહેશે. નામ નોંધણી માટે કાર્યકર્તાઓ સંજયભાઈ બદ્ખિયા-થાન (મો. નં. 9925220934), નિલેશભાઈ વારનેશિયા-થાન (મો. નં. 9726808359), હર્ષદભાઈ ઉટવાડીયા-થાન (મો. નં. 9016080060), અક્ષયભાઈ વારનેશિયા-રાજકોટ (મો.નં. 8000820636), લક્ષમણભાઈ વારનેશિયા-રાજકોટ (મો.નં. 9824803395), હર્ષદરાય કણસાગરા-વાકાનેર (મો.નં. 9276700142), ભાવેશભાઈ મેજડીયા-મોરબી (મો.નં. 9904031014), નીતિનભાઈ મેજડીયા-મોરબી (મો.નં. 9925741896), અશ્વિનભાઇ બરાસરા-મોરબી (મો.નં. 9925072451), અમૃતભાઈ નારણીયા-મકનસર (મો.નં. 9909905851), કિરીટભાઈ બોપલીયા-મકનસર (મો.નં. 9825683726)નો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/