મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત

0
98
/
શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા ટેસ્ટ કરાશે : હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ, લેબ માટે જરૂરી સ્ટાફ પણ ફાળવાયો

મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજથી કોરોના ટેંસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.તેમજ હાલમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને આ સુવિધાનો લાભ આપવામાં આવશે. હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવ્યા છે તેમજ લેબ માટે જરૂરી સ્ટાફ ફળવાયો છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર. કોવિડ ટેંસ્ટિંગ માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.આ લેબોરેટરીમાં શરૂઆતમાં દરરોજ 80 જેટલા લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે અને આ લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે પ્રથમ સીવીલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ ધીમેધીમે ટેંસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સ્થિતિ વકર્યા બાદ કોરોના ટેંસ્ટિંગને પહોંચી વળવા માટે ઉઠેલી માંગને પગલે આજથી કોરોના ટેંસ્ટિંગ લેબ સાકાર થઈ છે.

આજરોજ મોરબી કલેકટરના હસ્તે આ લેબ નો પ્રારંભ કરાયો હતો અને સિવિલમાં વધુ 85 બેડ વધારવામાં આવશે. હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવ્યા છે. બાકીના 40 થી 45 બેડ ટૂંક સમયમાં શરૂ થશે તેવું કલેકટરે જણાવ્યું હતું.આ ઉપરાંત કોરોના ટેંસ્ટિંગ લેબમાં બે રેસિડેન્ટ ડોકટર, બે માઈક્રો બાયોલોજીસ્ટ, પાંચ લેબ ટેક્નિશિયનની ભરતી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ટેંસ્ટિંગ અહીંથી ધીમેધીમે શરૂ કરવામાં આવશે.આ ટેંસ્ટિંગમાં લોકોનો સમય બચશે અને ઝડપથી રિઝલ્ટ આવશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/