મોરબીમા પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે નાસ લેવાના મશીનના વેચાણનું એકદિવસીય આયોજન

0
169
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા નાક અને મોં વાટે શરીરમાં પ્રવેશતા કોરોના વાઇરસને અટકાવવા તથા શરદી-સળેખમ થયા બાદ નાક મારફત નાસ (વરાળ) લેવાથી ઘણી રાહત મળતી હોવાનું ડૉકટરો પણ સ્વીકારે છે ત્યારે દરેક લોકોને રાહતદરે નાસ લેવાનું ઉપકરણ મળી રહે એ માટે મોરબીના સામાકાંઠે એકદિવસીય નાસ મશીન વેચવાનું આયોજન કરાયું છે.

મોરબીના સામા કાંઠે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૬/૦૯/૨૦૨૦ને બુધવારે સાંજે ૦૪:૦૦થી ૦૬:૦૦ દરમ્યાન રાહતદરે નાસના મશીનનું વેંચાણ કરવામાં આવનાર છે. સામાન્ય રીતે માર્કેટમાં રૂ. 250થી રૂ. 300માં વેચાતું નાસ મશીન ઉક્ત તારીખ અને સમયે પંચમુખી ટ્રસ્ટ દ્વારા માત્ર રૂ. 80માં ઉપલબદ્ધ બનશે. વહેલા તે પહેલાના ધોરણે ઉપલબદ્ધ બનનાર આ નાસ મશીન લઈ સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા ટ્રસ્ટે નાગરિકોને અનુરોધ કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/