પોલીસે કુલ 7 તેમજ અન્ય અજાણ્યા ત્રણ- ચાર શખ્સો સામે નોંધી છે ફરિયાદ : પકડાયેલા બન્ને આરોપીઓના નામ અગાઉ પ્રોહીબિશનના કેસમાં પોલીસના ચોપડે ચડી ચુક્યા છે
ટંકારા : ટંકારાના પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પર જોધપર ઝાલા ગામે બુટલેગરોએ સામુહિક હુમલો કરી દેતા 4 પોલીસકર્મીઓ સહિત 6 લોકો ઘવાયા હતા. આ બનાવ બાદ પોલીસે 7 શખ્સો સામે ગુનો દાખલ કરીને બે શખ્સોને પકડી પાડ્યા છે. જ્યારે અન્ય પાંચ શખ્સોને પકડવા માટે પોલીસે શોધખોળ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસ સ્ટાફને જયપાલસિંહ ઝાલાએ જીવણ નામના શખ્સના ઘરે દારૂ સંતાડયો હોવાની બાતમી મળતા તેઓએ દરોડો પાડ્યો હતો. પોલીસે જયપાલસિંહના ઘરમાં તપાસ શરૂ કરતા જ આશરે 30 શખ્સોનું ટોળું ઘસી આવ્યું હતું.જેણે પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો. હુમલો થતા મામલો તંગ બની ગયો હતો. આ બનાવને લઈને પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરતા ટંકારા તથા મોરબી જિલ્લા પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. વધારાની પોલીસ પહોંચે તે પહેલા ટોળાએ ચાર પોલીસમેનને બેફામ માર માર્યો હતો. હુમલામાં અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હતી. તમામને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ડી.વાય.એસ.પી, એલસીબી. એસઓજીનો સ્ટાફ ગામમાં ઘસી ગયો હતો અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide