મોરબી : વી.સી. હાઈસ્કૂલના કાર્યદક્ષ આચાર્યની બદલી થતા કચવાટની લાગણી

0
83
/

સમગ્ર ગુજરાતની સહુથી મોટી ગણાતી મોરબીની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્ય પદેથી બી.એન.વિડજાની બદલી થતા શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં કચવાટની લાગણી પ્રવર્તી રહી છે.

બી.એન.વિડજા તારીખ 7 એપ્રિલ 2017ના રોજ ફરજ પર હાજર થયા હતા. ત્યાર બાદ એમના સન્નીષ્ઠ પ્રયાસોને કારણે આ શાળામાં હાલ 1500 જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત પાછલા બે વર્ષો દરમ્યાન શાળાના પરિણામમાં ઉત્તરોતર સુધારો થયો છે. બી.એન.વિડજાના અથાક પ્રયાસોને કારણે ખાસ કરીને શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થયો છે. વળી દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક નોટબુકો તેમજ વિદ્યાર્થીનીઓ માટે યુનિફોર્મની વ્યવસ્થા કરાવી આપવામાં તેઓની ભૂમિકા ખાસ પ્રસંશનીય રહી છે.બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા કર્મઠ આચાર્યની અચાનક કોઈ કારણ વગર બદલી કરી દેવાતા શાળાના કર્મચારીગણ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવું છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો વધારો તેમજ સુધરેલા શિક્ષણના સ્તરને કારણે કોઈ હિતશત્રુઓ દ્વારા આ બદલી કરાવાઇ હોય શકે છે. જો કે હાલ તો શાળા સાથે સંકળાયેલા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ શાળામાં આચાર્યની પુનઃ નિમણુંક થાય એવી માંગણી કરી રહ્યા છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/